નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ,
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ..
અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો,
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ..
કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો,
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ..
ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી,
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ..
હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ,
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ..
#અજ્ઞાત