મારી હરામી નીંદ્રા મા
તારા સહવાસે જન્મેલા
અનૈતિક સોણલા ને
હુ રોજ મધરાતે
તારા બંધ દરવાજે મુકી જાઉ છુ..,
એમ ઇચ્છી ને કે તુ જતન કરશે..!
પણ તુ રોજ તારા
દિવસભર જોયેલા
રંગીન સપનાઓ ને
મધરાતે સાકાર કરવા,
ઘોર અંધકારમાં ઉંબરો ઓળંગી
તેને કચડી નાખે છો...!
સવાર પડતા જ એ પરિપક્વ સપના ને તારા બંધ દરવાજે કાગડા કુતરાઓ ના મોઢે હુ ચૂંથાતુ જોઉ છુ...!
સાંજ ઢળતા ફરી પાછો એજ ઘટનાક્રમ શરુ થાય છે....!!
©વીડી
youtube.com/c/vddabhi