#_યાદ
વરસો બાદ આજ તમારી યાદ આવી,
અરીસો જોઇ સુરત પ્યારી યાદ આવી
પસાર થઈ આજ ફરી એ જાણીતા રસ્તે ,
હાથ ઝાલી ચાલેલા એ ખુમારી યાદ આવી
પહેેરો ભરી ઉભી રહેતી વેરી આ દુનીયા
મળતા બેફિકર એ અદાકારી યાદ આવી
પ્રથમ તારા નામથી પડતી સવાર મારી ,
જોતી હતી તુજને એ બારી યાદ આવી
સાચવીને મુકતી તારા લાગણી ભર્યા પત્રો,
કિષ્ના દીવાનીને એ અલમારી યાદ આવી