સાંભળ્યો છે પ્રત્યેક શબ્દ તારો
પ્રેમ અનુભવ્યો પ્રત્યેક શબ્દમાં તારો
સાંભળી છે દિલથી વાત તારી
સાંભળવા માગું હજી વાત તારી
શરૂઆત કરું લખવા ની કવિતા તારી
રચના કરું ચહેરા રૂપી કવિતા તારી
શ્રીઅંશ રૂપી કંડારૂ મૂર્તિ તારી
વિષ્ણુપ્રિય રૂપી શક્તિ બનું તારી
જન્મ લે રુદ્રવિષ્ણુ રૂપે અંશ તારો
બનું રક્ષક-પ્રેમી-પતિ તારો
માટે રાખું ઈચ્છા બને પ્રેમિકા આર્યવર્ધન ની તું "રિધ્ધી"