Gujarati Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે સૈથી વધુ પીણું જો પીવાતુ હોય તો તે છે દારૂ..
દારૂ કેટલીય જાતનો હોયછે..
પણ તેમાં ખાસ તો આલ્કોહોલનું પ્રમાણ ઓછા વત્તામાં હોયછે જો તેમાં આલ્કોહોલ જ ના હોય તો તે દારૂ નથી કહેવાતો...દારુ પીધા પછી માણસ તેનું ભાન કેમ ભુલી જાયછે..કારણકે તેની અંદર આલ્કોહોલની માત્રા હોયછે તે પીધા પછી માણસના મગજ ઉપર અસર કરે છે...માટે તે બધુ જ ભાન ભુલી જતો હોયછે..
તે શું કરેછે..! તેનું પણ તેને ભાન રહેતું નથી..પછી તેને જેવો દારુ ઉતરી જાયછે ત્યાર બાદ તે પછી સામાન્ય બની જતો હોયછે..
દારૂ જો દવા તરીકે થોડોક પીવાય તો તે કોઇ જ નુકશાન કરતો નથી પણ તે હદની બહાર પીવાય તો ચોકકસ શરીર ઉપર અસર કરે છે ખાસ તો લીવર ઉપર તેની વધુ અસર થતી જોવા મળે છે..
એક કહેવત છે કે દારુડીયો દારુને નથી પીતો પણ દારુ જ દારુડીયાને પી જાયછે..
આમ તેની જીંદગી નકામી બની જતી હોયછે..સાથે તેના ફેમીલી પણ તેની સાથે બરબાદ થતા હોયછે..
આજે બાપ પીશે તો કાલે તે જોઇને તેનો છોકરો પણ પીતો થશે..
ત્યાર બાદ તેના ઘરમાં આમ ને આમ આગળ ચાલતું જ જાયછે..
આમેય આપણા ગુજરાતમાં દારુબંધી છે છતાંય લોકોને જયાં ને ત્યાથી દારુ મળી જતો હોયછે..
આજે જુઓ તો શહેર કરતા ગામડાઓમાં વધુ દારુ પીવાય છે..હા, ત્યા ઇંગ્લિશ દારુ ભાગયેજ જોવા મળતો હોયછે પણ પેલી દશ દશ રુપિયાની પ્લાસ્ટિકની થેલી એટલે કે તેની બીજી દેશી ભાષામાં કહીએ તો પોટલી જે સહેલાઇથી ખૂણે ખાંચરે ગામડાઓમાં મળી જતી હોયછે..
તમે કોઇપણ ગામડાંમાં જશો તો ત્યાના બસ સ્ટેન્ડની જાહેર પેશાબખાનામાં જાવ તો તમને આવી સફેદ પ્લાસ્ટીકની થેલીઓ ઘણી બધી જોવા મળશે..અથવા ગામના ઠલવાતા કચરાના ઢગલામાં પણ જથ્થા બંધ થેલીઓ જોવા મળેછે..તો આ જોઇને તમે અંદાજ લગાવી શકોછો કે તે ગામમાં કેટલો રોજનો(રાતે) દારુ પીવાયછે..!
જે લોકો નિયમિત પીવે છે તેને તો ખબર જ હોયછે કે તે કયાં મળેછે! તેને જો ખાવા નહી મળે તો તેને ચાલશે પણ દારુ તો તેને જોઇએ જ..કારણકે તેના વગર બિચારાને મીઠી ઉઘ પણ નથી આવતી.!
દારુ પીધા પછી ચોક્કસ ખાવું જોઈએ..નહી તો તે આપણા લીવરને ખરેખર નકામું કરી નાખે છે..ને પછી જો લિવર બગડે તો સમજો કે આપણું ખાવાનું હંમેશને માટે બંધ થઇ ગયું..પછી શું થાય તેતો તમે પોતે ટુકમાં સમજી શકોછો..કે જલદી ઉપર જવાનું માગ્યા વગરનું એક ના ગમતું આમંત્રણ!
દરેક દારુ શરીરને નુકસાન કારક હોયછે પછી તે દેશી હોય કે વિદેશી..દારુને દારુ જ કહેવાય..ભલે નામ તેના અલગ હોયછે, રંગ તેનો અલગ હોયછે, ટેસ્ટ તેનો અલગ હોયછે પણ તેનુ કામ એક જ પ્રકારનું હોયછે..તે છે દારુ પીતાને જલદી મારવાનું...
પ્રમાણમાં જો પીવાય તો તે દવા સમાન છે ને વધારે પીવાય તો તે એક ઝેર સમાન છે...
માટે જ દારુ છોડો ને પોતાની જાતને બચાવો તેમજ તમારા પ્રેમાળ પરિવારને પણ સાથે સાથે બચાવો...

Gujarati Blog by Harshad Patel Pij : 111215275
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now