તમે ચાલ્યા ગયા પણ એક રાહ છોડી ગયા છો.અમારા માટે તમારા પડછાયા ની આસ છોડી ગયા છો.ઘાવ હજી એજ તાજો છે રુજાવવા તમારી ચાહ છોડી ગયા છો.હજી એજ કોમળ છે દીલ માં તમારું પુષ્પ, આતો ફરતે મારી માટે કાંટાળી રાહ છોડી ગયા છો.વેદના ના વાદળ રોઝ કરે ઘૂંઘવાટ જિંદગી માં, ભીંજાવા રોઝ અસૃ થી આખો માં ખારાશ છોડી ગયા છો.ધનુષ માગી આ "અર્જુન" એ ભૂલ કરી છે બોવ મોટી, વીંધાવી ને દિલ મારુ તો કહેવા વાહ છોડી ગયા છો.તમે ચાલ્યા ગયા પણ એક રાહ છોડી ગયા છો.
"Arjun"