Gujarati Quote in Poem by Ashok Vavadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ..આવે...!!!

એક તારણ ઉપર ગઝલ આવે,
એ નિવારણ ઉપર ગઝલ આવે.

કવિ, કલમ ને વિચારનું તોફાન,
એજ કારણ ઉપર ગઝલ આવે.

કંઈ ક્યારેક ના સુઝે કારણ,
ને અકારણ ઉપર ગઝલ આવે.

પ્યાસ ને હોય ધોમ ધખતો તાપ,
ઝાંઝવા,રણ ઉપર ગઝલ આવે.

જોઈ આ રાગદ્વેષ વ્યાપેલો,
નર ને નારણ ઉપર ગઝલ આવે.

-અશોક વાવડીયા

*તારણ= ખુલાસો,સાર,મર્મ,તાત્પર્ય,રહસ્ય,તારવી કાઢવામાં આવેલો સાર કે રહસ્ય;
*નરનારણ= જેમાં નર એટલે અર્જુન નારણ એટલે શ્રી કૃષ્ણ,ભરતખંડના જીવોનું કલ્યાણ કરવા માટે લીધેલો વિષ્ણુ નો પાંચમો અવતાર;

છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન

Gujarati Poem by Ashok Vavadiya : 111214007
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now