આસમાન ને નિહાર નહીં, ઘૂંટડે ઘૂંટડે પી લે એને,
શીતળ અે ચાંદની ફરી મળે ના મળે !
રોપી લે શ્વાસ માં સુગંધ ના છોડવાં
સબંધોની અે મહેક ફરી મળે ના મળે !
ચાલી લે હાથ માં હાથ પરોવી ને બે ઘડી
અદકેરો અે સંગાથ ફરી મળે ના મળે !
રાહ શેની , કર કાગળ પર કલમ ના મંડાણ
દિલ ના અે રાઝ ફરી મળે ના મળે !