શેની કાયમ ધમાચકડી,આખો દિવસ આમ શું ભાગવાનું
પગ વાળી ને બેસ જરા, એક હાશ ની જરૂર છે.. !
હાંફળો ફાંફળો ક્યારેક, ને સદાય રહેતો રઘવાયો
એક કાગળ નિરાંત નાં સરનામે લખવાની જરૂર છે.. !
હરણફાળ ના ભર , બસ વિચારી ને ડગલાં લે,
વેચાતી નથી મળતી માટે, શાંતિ ઉગાડવાની જરૂર છે..!
થોભ , જરા શ્વાસ લે,ભાગવા માટે નથી આ જિંદગી,
વિશ્રામ નાં છૂંદણાં છૂંદાવ તું , આરામ ની જરૂર છે.. !
ઝડપ વણાઈ એવી જીવનમાં, શબ્દો ય વછૂટે છે તીર જેમ
ગંભીર બની ને ના જીવ, થોડાં કોમેડી ના ડોઝ ની જરૂર છે..!