સરનામુ
હૃદયરુપી પુસ્તકમાં ઉર્મિકાવ્ય છે મારુ,
એ આંખો મારી ને છે સપનુ તારુ.
હા...એ ઘર મારુ ને નામ છે તારુ,
જવુ છે મારે જ્યાં એ સરનામુ છે તારુ.
દોરી મે આકૃતિ એ ચિત્ર છે મારુ,
એ ચિત્રમાં આકાર લેતુ સ્વરુપ તારુ.
લખ્યો મે શબ્દ એ નામ છે મારુ,
એ મારા જ નામમાં હું શોધુ નિશાન તારુ.
રચ્યું એ કાવ્ય... એ કલ્પના છે મારી,
એ કલ્પનામાં સાકાર થતી ઝંખના તારી.
મારા જીવનની ડગર ને પગલુ છે મારુ,
એ જીવનસફરમાં શોધું છું પગરવ તારો.
નીહાળ્યુ મેં સવપ્ન તેમાં થતો આભાસ તારો,
એ આભાસમાં થતો શ્ર્વાસ છે મારો.
વણજોયા સાજન એ પ્રિત તારી,
એ પ્રિતમાં આધાર છે મારો.