હું કરું વ્યસન તારું.. ગજા બહાર નું..
તું કર જતન મારું .. ગજા બહાર નું....
વાત હોય જો પ્રેમ ની , તો હદ ક્યાં હોય છે ?
ભલે ને તું સતાવે મને ગજા બહાર નું...
"યાદ" માં મારી તું પણ તડપી તો જો...
આંખો ભલે ને વરસે ગજા બહાર નું...
માન્યું કે અજંપો છે મન માં કોઈ ની ચાહ નો..
યાદો ના પલ માં રોકાઈ તો જો.. ગજા બહાર નું..
©પારુલ ઠક્કર "યાદે"