પ્રથમ વરસાદ....
વર્ષા ના ટીપાં વરસે ને,
વાલા તુ મને સાંભળે.
યાદે તારી રંગાવું તો,
આંખો શ્રવણ વરસે,
વાદળ નો ગડગડાટ,
વીજળી નો ચમકાર,
મેઘ ધરતી નું મિલન જોઈ,
યુવાન હૈયા મિલન કાજે તરસે,
તને મન મુકી વરસતો જોઈ મેહુલા,
યૌવન નો ઉંબરો રોમ રોમે ખીલી ઉઠે,
માટી ની મહેક ચોતરફ ફેલાય,
આજ ધરતી મેંઘ નો મેળાપ થાય.
લીલા પાનેતરે શણગાર સજી,
તેનો વરસ વિરહ આજે પૂરો થાય.
વર્ષા બિંદુ તન ને ટાંઢક આપે,
તારા પ્રેમ ની વર્ષા સાથ ઝંખતા યુવાન હૈયા ને.
જયારે આભે કડાકા થાય,
લફ્જ ની કલમ માં જાન પુરાય.
વાદળ નું ગરજવું દિલ ને ઘબરાવે,
સાથ તારો હોય તો ડર શાનો હોય.
યાદ તમારી આવે વાલા,
આંખ અમારી ભિંજાઈ જાય.
શૈમી ઓઝા લફ્જ