Gujarati Quote in Thought by Oza Dhruv

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ऐसी भी क्या दूरी बनाली खुदसे मेने
तेरी कुर्बत में भी ख्याल तेरा आता है

પ્રેમ ના નામે જયારે આવું કાંઈક આકર્ષણ મળે ને એટલે આવી કાંઈક હાલત બને. ઓલ ઓફ સડન જયારે કોક ગમવા માંડે. કાલ સુધી બધું નોર્મલ હોઈ ને આજે લાગે બધું બદલાય ગયું છે.
જ્યારે રાત કરતા દિવસ ગમવા લાગે.
જ્યારે એક ચહેરાની રોજ આશ લાગે.
જયારે એક સેકેન્ડ ની પલ આખા દિવસ બરાબર લાગે.

એકચુંલી આ એ તબક્કો છે જયારે પ્રેમ ની શરૂઆત થાય ને પછી જ્યારે ખબર પડે કે કોઈ પણ સંજોગો વસાત એને પામવો શક્ય નય બને. ત્યારે આજ આકર્ષણ એક તરફા પ્રેમ માં સમાધાન સ્વરૂપ લેવાય જાય છે. પછી છેને આ એક તરફુ આકર્ષણ એક લાંબા પિરિયડ સુધી ચાલે.

છેક ત્યાં સુધી ચાલે જ્યાં સુધી આપણ ને ખુદના પ્રેમ ની ઝંખના ઉભી ના થાય ત્યાં સુધી. પછી આપણા બધા ના જીવન એક બીજી વ્યક્તિ આવે ને કે, કે હું તમને ચાહું છું. આટલા શબ્દો પર્યાપ્ત છે પેલા આકર્ષણ ના ગાળા માંથી નીકળી ખુદ ને અને એ વ્યક્તિ ને ચાહવા માટે.

પણ એક છાપ પેલા આકર્ષણ એ તમારા ઉપર મૂકી દીધી છે પેલ્લેથી એટલે હવે જે આ નવો વ્યક્તિ આવ્યો છે એની પેલા આકર્ષણ જોડે સરખામણી થવા માંડશે. ને જેમ જેમ એ સરખામણી માં આ વ્યક્તિ ઉણો ઉતરતો જશે એમ એમ પ્રેમ વિલુપ્ત અને ઘૃણા પ્રવેશતી જશે.

ને અંતે સંબધ નો અંત આવશે. હવે થોડું વિચારો આ થવું યોગ્ય છે. બે અલગ વ્યક્તિત્વ ને સરખાવવું યોગ્ય છે. જે વ્યક્તિ કોઈ દિવસ તમને મળ્યો જ નથી એની સરખામણી આ વ્યક્તી સાથે કરવાની જે તમને પ્રેમ કરવા કેટ કેટલા પ્રયાસ કરી ચુક્યો છે એની તમે નોંધ લીધા વગર સરખામણી ના સારે ઘૃણા કરવી યોગ્ય છે. વિચાર કરો....

#બાકીતમારુંશુકેવુંછેભાઈબંધ ...

Gujarati Thought by Oza Dhruv : 111211798
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now