પિતા માટે સર્વસ્વ ગણાય છે દીકરી.
સાસરે ગયા પછી સમજાય છે દીકરી.
ડગલેને પગલે પિતાની ચિંતા કરનારી,
પિતાના દુઃખમાં એ ઊભરાય છે દીકરી.
સારસંભાળ પિતાની રાખનારું પાત્ર,
પિતાના જીવનમાં એ વણાય છે દીકરી.
વિદાય દીકરીની હચમચાવી મૂકનારી,
વહાલનો દરિયો એ કહેવાય છે દીકરી.
એના શૈશવની યાદ આંખ વરસાવતી,
પુત્રથીય અધિક બની જાય છે દીકરી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.