અંધારું.....
આંખો નીચે થીજેલાં
કુંડાળા ને પુછો
કે અંધારું ક્યાં છે?
ને ચાતક ની નઝરો ને પુછો
કે અંધારું ક્યાં છે?
શમણાં ને પુછો ને રમણા ને પુછો,
પુછો એ કાજળ ને
કે અંધારું ક્યાં છે?
એકલા એ ઓરડાને
ને લુપ્ત એ દીવડાને,
પુછો એ મનડાં ને
કે અંધારું ક્યાં છે?
દુભાયેલા દિલને, ચુંભાતા એ શૂળ ને,
પુછો એ મૂળ ને
કે અંધારું ક્યાં છે?
ચૂંથાયેલાં ફૂલ ને
ને ઉજ્જડ એ વન ને,
પુછો એ તન ને
કે અંધારું ક્યાં છે?
@ મેહૂલ ઓઝા