નવા શબ્દો ને જૂની વાણી ફૂટી
જૂનાં જખ્મો ની નવી કહાણી ફૂટી
વસંત મહોરે, ને કૂંપળો કરમાતી દીસે
હોય તું , તો પાનખરે ય નવી ડાળી ફૂટી
તુજ વિણ આભલું તારા વિહોણું
હોય તું તો નસ નસ માં ચાંદની ફૂટી
હતું જીવન બસ માત્ર તુજ ને ન્યોછાવર
તો ય ક્યાંક તો લાગે છે , લાગણી ખૂટી !
તુજ વિના એકલપંડ યાદો ની સુનામી છૂટી !!