......#.... પાટલાસાસુ....#.....
આ શબ્દ કે સંબંધ આજની પેઢીને ખૂબ આકર્ષિત કરે છે.ઘણા તો આ શબ્દનો અર્થ જ નથી જાણતા. એમને ખબર જ નથી કે "પાટલાસાસુ"કોને કહેવાય...અને જે જાણે છે એ આ શબ્દના અસ્તિત્વ વિશે નથી જાણતા કે નહિવત્ જાણકારી રાખે છે. તો ચાલો જાણીએ આજે આપણી ભાષાના આ રહસ્યમયી શબ્દ કે સંબંધ વિશે...
૧) પાટલાસાસુ કોને કહેવાય???
પાટલાસાસુ એટલે પત્નીની મોટી બહેન. પત્નીની નાની બહેન ‘સાળી’ છે પણ મોટી બહેન સાસુની હરોળમાં બેસી જાય છે.
આનો શો અર્થ થયો?
પત્નીની નાની બહેનો સાથે મજાકમસ્તીભર્યો વ્યવહાર હોઈ શકે છે, પણ મોટી બહેનની મર્યાદા જાળવવાની છે, અંતર રાખવાનું છે.
૨) પાટલાસાસુ કેમ કહે છે?
આ શબ્દ રુઢીવાદી શબ્દ છે, અને સાથે સાથે તળપદો શબ્દ પણ.જે કેટલીયે પેઢીઓથી બોલાતો આવ્યો છે. સાચો શબ્દ છે "પટ્ટસાસુ".
જેમ "રાણી" પછી "પટ્ટરાણી"નું સ્થાન આવે,એવી જ રીતે જમાઇ માટે પત્નીની માતા "સાસુ" પછી પત્નીની મોટી બહેન "પટ્ટસાસુ" એટલે કે "પાટલાસાસુ"નું સ્થાન આવે છે.
સમયાંતરે 'પટ્ટ' નું 'પાટલા' માં પરિવર્તન થયું. લોકજીભ જેટલી સરળ ઉથલે એમાં ઢળી જાય છે. આમ એક શુદ્ધ શબ્દ તળપદો બની ગયો. અને "પટ્ટસાસુ" એ "પાટલાસાસુ" બની ગઇ.
હવે તો ગુજરાતના અમુક પ્રાંતોમાં પત્નીની મોટી બહેનને "પાટલાસાસુ" ની જગ્યાએ "ડોશી" કહેવામાં આવે છે. તો આ પરથી કહી શકાય કે "વાઘ ની સાથે સાથે પાટલાસાસુનું અસ્તિત્વ પણ જોખમમાં છે" આવનારી પેઢી કદાચ "પાટલાસાસુ"ને ના જોઇ શકે... હા હા હા..
(અસ્તુ...)
હર હર મહાદેવ...