Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઈ કાલે ટીવીમાં એક જૂની ફિલ્મ ચાલી રહી હતી, ‘પરિચય’, જીતેન્દ્ર, પ્રાણ અને જયા ભાદુરીની સુંદર ફિલ્મ છે, જેણે જોઈ હશે એને યાદ જ હશે એનું શરૂઆતમાં જ આવતું ગીત, ‘મુસાફીર હું યારો... ના ઘર હે ના ઠીકાના.. મુજે ચલતે જાના હે...'

યાદ આવ્યું..?

હા.. તો મેં મારા ટાબરિયાંને બોલાવીને કહ્યું કે સરસ ફિલ્મ છે તું પણ મારી સાથે બેસીને જો મજા આવશે. એ મને કહે, “એવું શું છે આમાં? પિક્ચરની ક્વોલિટી જ જોને કેવી છે જોવાનું મન જ ના થાય!"

મેં કહ્યું, “હા ભાઈ એ વખતમાં આજના જેવા કૅમેરા અને ટેકનોલોજી નહતી પણ ફિલ્મની વાર્તા સરસ રહેતી અને દરેક પાત્રનો અભિનય જોઇને ફિલ્મ ગમી જતી.”

એ બેઠો અને થોડીવાર ફિલ્મ જોઈ પછી મને કહે, “કેટલાં બોરિંગ તરીકા છે ટીચર ને ભગાવવાના! તમારાં લોકોની બધી ફિલ્મમાં છોકરાઓ ટિચરની ચેર જ કેમ તોડી નાખે છે..? એ એટલું ઇઝી છે?"

મેં આંખો કાઢીને કહ્યું, “હા ભાઈ એ વખતનાં છોકરાઓ આવું જ કરતાં કેવી રીતે કરતાં મને નથી ખબર... મેં નથી કર્યું! તું તારે ફિલ્મ જો!"

થોડીવાર એ ચૂપ રહ્યો અને પછી મને કહે, ”ચેનલ બદલું?”

“મને ખબર છે આગળ શું થશે...”

એણે લગભગ નેવું ટકા જેટલી સ્ટોરી અનુમાન લગાવીને કહી દીધી અને મારી ફેવરીટ ફિલ્મ એના માટે બોરિંગ સાબિત થઈ! મેં એને બીજા રૂમમાં જઈને એનું કાર્ટૂન જોવાનું કહ્યું અને મેં મારી ફિલ્મ ચાલું રાખી પણ... એક વિચાર જરૂર આવ્યો કે અમારાં બંનેમાં સાચું કોણ?

શું જૂની ફિલ્મ અને એની વાર્તાઓ આજના ટાબરિયાંના લેવલની નથી.. જમાનો એટલો આગળ વધી ગયો અને આ નાના છોકરાઓ એટલાં હોંશિયાર થઈ ગયા કે પા ભાગની ફિલ્મ જોઈ આખી વાર્તા વિશે વિચારી શકે! ખરેખર જો આવું જ છે તો આજની ફિલ્મ જેવી બનવી જોઈએ એવી બની રહી છે? હાઇફાઇ ટેકનોલોજી અને દુનિયાભરના લોકેશન છે એમને માટે અને છતાં બાળકોને ગમે, એમનાં માનસિક વિકાસમાં સહભાગી થાય એવી ફિલ્મ કેટલી? બાળ ફિલ્મને નામે ક્લાસિક વાર્તાઓ ક્યારે રૂપેરી પરદે જોવા મળશે?

મારા ટાબરિયાંને સિન્ડ્રેલા, સ્નો વ્હાઇટ, સ્પાઇડર મેન વગેરેની અંગ્રેજી ફિલ્મો જોવી ગમે છે અલ્લાદિન જોતા જોતા તો એ એની સીટ પર બેઠો બેઠો નાચતો હતો મને પણ મજા આવેલી... પછી થયું કે આવી વાર્તાઓ આપણી પાસે નથી? એના ઉપરથી સુંદર બાળ ફિલ્મ કેમ કોઈ નથી બનાવતું?

ખેર... મારો ફિલ્મો જોવાનો અને લખવાનો શોખ મને ફિલ્મ મેકિંગ તરફ ઢસડી જાય તો નવાઈ ના પામતાં... હા તમે મને કૉમેન્ટમાં આપણી એવી ગુજરાતી/ હિન્દી વાર્તાઓ વિષે જણાવી શકો કે જેના ઉપરથી સુંદર બાળ ફિલ્મ બનાવી શકાય..?

મેરા હિન્દુસ્તાન જિંદાબાદ થા, જિંદાબાદ હે ઔર જિંદાબાદ રહેંગા... આટલું બોલી લીધા બાદ એના માટે કરવા જેવું થોડુંક કામ પણ કરવું પડશે...?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111211287
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now