મિસ યુ.....
છેલ્લા શ્વાસ સુધી, પડખે તું રહેજે,
હળવેથી કાનોમાં, "લવ યુ" તું કહેજે.
કેટલો અતૂટ છે, આપણો આ સંગાથ,
ડિયર ઓ રાધા, "મિસ યુ" તું કહેજે.
વોટ્સઅપ ફેસબુકમાં સંપર્ક તૂટે તો,
કોલ ના રણકારથી "મિટ યુ" તું કહેજે.
કોઈપણ સંજોગે અળગું થવાય તો ,
ટાટા કે બાય નહિ, "સી યુ" તું કહેજે.
જોજન અંતર છે, પંથ પણ છે લાંબો,
ડીપી ને સ્પર્શીને, "ફીલ યુ" તું કહેજે.
@ મેહૂલ ઓઝા