Gujarati Quote in Poem by Taran_Goswami

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❛ખૂદ ખૂદને મળવું હોય તો આવજો,
ને પછી રાતભર રડવું હોય તો આવજો.

ચમકે છે તમારી યાદો ચંદ્રની માફક હવે,
તમારે જો એમાં પડવું હોય તો આવજો.

લે બધા રસ્તાઓ પાછા જવાના બંધ છે,
હૃદયમાં તમારે ભળવું હોય તો આવજો.

મારી વાત તમે આજે પણ ક્યાં માનો છો,
પ્રેમમાં તમારે હવે લડવું હોય તો આવજો.

લો હું બધુ અને બધાને ભૂલી જવા તૈયાર,
શ્વાસની માફક ધબકવું હોય તો આવજો.❜

Gujarati Poem by Taran_Goswami : 111210926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now