હરેક પળ ને એની એક ખુમારી હોય છે,
હરેક પળ ને એની એક ખુમારી હોય છે,
બુંદ ઝાકળ ની,તોય ફૂલોની સવારી હોય છે
નમીને ઊભા હોય છે રોજ જે શિવાલયો માં,
એ ધન કુબેરોમાં ય કેવી એક ફકીરી હોય છે !
માણી લે જિંદગી નો આ વૈભવ હવે મોજથી,
ક્ષણે ક્ષણમાં ય એની છાંટ અમીરી હોય છે.
મોત પછી નહિ મળે આ જાહોજલાલી તને,
જીવતેજીવત જ સ્વજનોની કરીબી હોય છે
નરેશ ગજ્જર