Gujarati Quote in Poem by Malhar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બળી જશે લાકડા, ઠરી જશે રાખ,
તારી ખુમારી તારી પાસે રાખ....

જીવી લે જિંદગી મોજ મસ્તી ની,
તારી અકડ તારી પાસે રાખ...

રોપી દે પ્રેમ નું તરુ,
હેત નું ખાતર એમાં નાખ...

ઉગશે ફળ મધ ભરેલું,
વિશ્વાસ ના હોઠે એને ચાખ...

પૈસો કાંઈ બધું જ નથી,
માનવતા ની બનાવ શાખ...

દરિયો બનશે કદી તોફાની,
ધીરજ ની નાવ તું હાંક...

ખુલી આંખે તું દુનિયા જુવે,
ક્યારેક તો ભીતરે તું ઝાંખ...

હાર ની શરણે ના થા,
આપી છે તને હોંસલા ની બે પાંખ...

શ્વાસ આપ્યા પણ જીવે નહિ,
એમાં ઈશ્વર નો શું વાંક...

Gujarati Poem by Malhar : 111210900
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now