હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ?
આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ?
હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌન ને તોડશે કોણ?
નાની નાની વાતોને દિલથી લગાવી શું, તો પછી સંબધ નિભાવશે કોણ?
છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ?
ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ?
યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ?
એક અહં મારો, એક તારી અંદર પણ, તો પછી આ અહં ને હરાવશે કોણ?
જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ?
આપણા બન્નેનાં મરી ગયા પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ?
એટલે જ
જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.