* તું ક્યારે આવીશ??? * 4-7-2019
આમ રોજ દિવસો જાય છે તું ક્યારે આવીશ???
ઉદાસી ઘેરી વળી છે તારા વિના વરસાદ ક્યારે આવીશ.
ચહલ પહલ છે દુનિયા માં પણ તારા વગર અધુરુ છે,
સકલ સૃષ્ટિના જીવ ઝંખે છે, હવે તો સૌૈ બેહાલ છે.
એક એક દિન કરતા દિવસો જાય છે આમ વહી,
સમય ની સોય અટકી ગઈ છે તારા વિના અહીં.
સોળ કળાએ ખીલતી ધરતી પોકારે તને હવે,
મૌસમ પણ અધુરી છે વરસાદ તારા વિના હવે.
ચાતક પક્ષની પ્યાસ બુઝાવા હવે તો વરસી જા,
ભાવના ભર્યા ભાવથી પોકાર કર્યો છે હવે તો વરસી જા.
ભાવના ભટ્ટ અમદાવાદ...