અહીં ચતુરાઈ ની કોઈ માંગ નથી
ચાલાકી ની માંગ છે.
ભોળા બનવાની કોઈ તૈયારી નથી
સામા ને ભોટ બનાવાની હરીફાઈ છે.
નુકસાન વેઠી લઈ સંબંધ
સાચવી લેવાની કોઈ ગણતરી નથી
નુકશાન માં ઉતારી દઈ ને
સંબંધો ની એસી તેસી કરી નાખવાની
હલકટ કોટી ની મનોવૃતિ છે
અહીં દોસ્તી મહત્વ ની નહીં
જીત મહત્વની છે
પ્રતિક્રમણ નહીં આક્રમણ મહત્વનું છે.
વરુ ના ટોળા માં હરણ બચી જવું હજી સરલ છે
પણ કાવાદાવા ના જંગલમાં સરળતા ને બચાવી રાખવી તે મોટો પડકાર છે