. *_તું ક્યારે આવીશ_*
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
નાનું નાનું મારું બાળક,ક્યારે તું મોટો થઈ ગયો !
માતાનો ખોળો મૂકીને ક્યારે તું ચાલ્યો ગયો !
વાટલડી જોતી આંખો અમારી,પૂછે એક જ વાત ?
ક્યારે પાછો આવશે દીકરો અમારો ?
લગ્ન બાદ છોળી ગયો,તું ક્યારે આવીશ ?
અશ્રુઓ પણ સુકાઇ ગયા,તું ક્યારે આવીશ ?
ઘરમાં તારા હોવાનો એહસાસ નથી,
માતાને પિતાનો પોકારતો અવાજ નથી,
છોકરીને પ્રેમ દેવામાં ક્યાં વ્યસ્ત થઈ ગયો,
માતાનાને પિતાના પ્રેમને કેમ તું ભૂલી ગયો ?
લગ્ન બાદ છોળી ગયો,તું ક્યારે આવીશ ?
અશ્રુઓ પણ સુકાઇ ગયા,તું ક્યારે આવીશ ?
દીકરી જેવો આપીએ વહુને પ્રેમ !
ત્યાં દૂર લઈ ગઈ દીકરાને કેમ ?
સાથ સાથ રહેવાના એવું સાંભળ્યું હતું !
વહુના રૂપમાં આવી દીકરાને બાપથી કર્યો દૂર ?
લગ્ન બાદ છોળી ગયો,તું ક્યારે આવીશ ?
અશ્રુઓ પણ સુકાઇ ગયા,તું ક્યારે આવીશ ?
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD