આજે હું કંઇક અલગ જ લખવા જઈ રહી છું આશા રાખું કે તમને લોકો ને ગમશે.
વરસાદી માહોલ છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ.
વરસાદ પડે અને શેરી ના બધા છોકરાઓ નાહવા નીકળી જાય પણ આ તો આજકાલનું generation એમની તો વાત શું કહેવાની? આ તો 4g generation Bhai! વરસાદ માં પણ મોબાઇલ લઈ ને નીકળ્યા નાહવા અને વળી એમાં વોટરપ્રૂફ કવર ચડાવેલું હતું.selfie નો જમાનો ને ભાઈ!ઘડીક ઘડીક બાળકો selfie લ્યે અને post પણ કરે.થોડીવાર પછી રાહુલ બોલ્યો,"50 likes." ફરી પાછા સેલ્ફી લેવામા મસ્ત.થોડીવાર પછી એક કૂતરું ત્યાંથી નીકળું અને બાજુમાં જઈ ને ઉભુ રહી ગયું પણ તે ઠંડી થી સતત ધ્રુજતુ હતું પણ બાળકો એ જોવાને બદલે એના પણ ફોટોઝ લીધા.એ ફોટોઝ લીધા તો ખરી એને પોસ્ટ પણ કર્યા અને એ ફોટોઝ પર લાઈક પણ આવ્યા. ત્યારે જોઈને વિચાર આવે કે આપણા બાળકો ને social media પર like કઇ રીતે મેળવવા એ તો આવડે છે પણ વાસ્તવિક જિંદગી માં કોઈ ની મદદ કરીને દુઆ રૂપી like કઈ રીતે મેળવવી એ શું ખરેખર આપણે શીખવ્યું છે?આજે આપણા બાળકો એકદમ મસ્ત હોટેલ માં જમે છે, international school માં ભણે છે, મોંઘીદાટ કાર માં ફરેછે, પણ શું આપણે એ બાળકો ને શીખવ્યું છે કે આપણા ઘરે આવેલ ભિખારી ને તું ક્યારેય હડસેલસો નઈ? શું આપણે બાળકો ને શીખવ્યું છે કે તારે ન જોઈતી બુક તું કોઈ ગરીબ વિદયાર્થીઓને આપજે? શું આપણે બાળકો ને શીખવ્યું છે કે કોઈ વ્યક્તિ ચાલી શકતો ન હોય ક કોઈ તકલીફ હોય તો 2 મિનિટ ઉભો રહી તેની મદદ કરજે?
*જો આ બધું આપણે શીખવ્યું છે તો આપણે અમીર
છીએ*
"તમારો અભિપ્રાય comment box માં જણાવજો"
- તમન્ના