આજે ફરી સંધ્યા અદભૂત રીતે ખીલી છે !!
અઠવાડિયા પહેલા પણ તું આવી જ ખીલી હતી!!
તારા ખિલવાની સાથે આકાશ તને બે ઘડી પ્રેમ
કરે છે ને ?
પરંતુ
તું
હજુ સુધી વરૂણ દેવ ને
રીઝવી શકી નથી
કે
વાદળો ને પણ !
તો પછી અમે તને
ક્યાં સુધી પ્રેમ કરીશું
સંધ્યા ?
જો
તારા રૂપ થી આકાશ ના રડે ,
કે
તારા રૂપથી વરૂણ દેવ
ના વરસે !!!
અનિલ થી તું નારાજ ન થા !!!
સંધ્યા ખીલે એટલે વરસાદ
આવે એવું હું બચપણ થી
સાંભળતો આવ્યો છુ
તેને જુઠું ના કર!!!!!