જનમ છે મરણ છે અરીસાની અંદર,
નવું અવતરણ છે અરીસાની અંદર.
હસે છે રડે છે અદ્દલ મારી જેવું,
નક્કી કોઈ જણ છે અરીસાની અંદર.
જાણે કઈ યુગોથી ભટક્યા કરે છે,
આ કેવું ભ્રમણ છે અરીસાની અંદર.
નદી, પર્વતો ને પહાડી ગુફાઓ,
સહારાનું રણ છે અરીસાની અંદર.
અહીં પાઠપૂજા અને નિત્ય દર્શન,
હરિનું સ્મરણ છે અરીસાની અંદર.
@ કેતન મોટલા ‘રઘુવંશી’