ધરતી કરે પુકાર
ધરતી બિચારી રાડો પાડીને કરે છે પુકાર,
ઉપકાર નો બદલો, કદી ના હોય અપકાર
સુધાર જલ્દી થી તારી રીતભાત, તારા સંસ્કાર.
ઓ માનવ કર એટલો મુજ પર ઉપકાર
આટલું બધું તું આપ ન મને કષ્ટ
આં ઘા ખમી ખમી ને થઈ ગઈ છું હું ત્રસ્ત
શીદ કરે છે તું આં સ્વર્ગ જેવી ધરા ને નષ્ટ
મારા ઝાડ પાન, પર્વત નદીઓ ને કરે છે ભ્રષ્ટ.
આમ દુઃખી અને કદરૂપી કર ન મને સાવ
લીલોત્રી તારે માટે છે જરૂરી, ઝાડ પાન વાવ
ઝાડ હશે તો જ તું વરસાદ ને કહી શકશે, "આવ"
ઝાડ આપે તને પ્રાણવાયુ, છાયડો, ખોરાક; એમને આપ ન ઘાવ.
ઓ માનવ સંભાળ મને, તો જ પામશે તું જીવન
ઉજાડશે આમ તું વૃક્ષ તો વધશે તાપ અને ધરા બનશે રણ
વૃક્ષ રોપણ કરી, રણ ને પરિવર્તિત કરી, બનાવ વન
તો સફળ થશે તારું અને તારા બાળકો નું જીવન.
Armin Dutia Motashaw