Gujarati Quote in Thought by Oza Dhruv

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થથરતા હોઠ હાથ માં કંપન અને ચહેરા ઉપર અસમંજસ ના ભાવ આવી કંઈક હાલત હોય છે એ નવોઢા ની જ્યારે પેલ્લી વાર એને ખબર પડે છે કે એ “માં” બનવાની છે.

માં આ શબ્દ પણ ખરેખર અદભુત છે. દુનિયા નો સોંવથી ક્રૂર માણસ હોઈ કે ગમે તેવો ફીલિંગલેસ માણસ હોઈ જ્યારે ભી માં શબ્દ પોતે ઉચ્ચારે ત્યારે ખબર નય દિલ માં થોડુંક અમથું તો સુકુન આવી જ જાય છે. ને એટલેજ કદાચ બોવ સમજી વિચારી ને એક સ્ત્રી ને આ નામ અને એની ક્ષમતા આપી છે.

હા સમય ના ચક્રવ્યૂહ માં ક્યારેક ચક્રવાદ જરૂર આવે છે. પણ માં નો ઉજાસ ઓછો નથી થવા દેતો.

સ્ત્રી તરીકે એ ગમે તેવી હોઈ એના બાળક માટે એ હંમેશા માં એ દુનિયા જ રહેવાની છે. એના બાળકો ના છેલ્લા શ્વાસ સુધી.

એને આ ચક્ર એવું છે જેને તમે અમર કહી શકો કેમકે માં ક્યારેય મરતી નથી..

આજે બસ એમજ..

મધર્સ ડે તો નથી પણ તોય માં યાદ આવી. એટલે લખી નાખ્યું માં વિશે વાત કરવાં માટે મારે મધર્સ ડે ની જરૂર નથી.

આમ પણ માં ને પ્રેમ કરવા ના મારા મત મુજબ કોઈ દિવસો નથી હોતા...

તમારું શુ કેવું છે ભાઈબંધ?

Gujarati Thought by Oza Dhruv : 111208867
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now