આજે વરસેલા વરસાદ ની કહું છું વાત,
ભીંજાયેલા છે મન લોકો ના અલગ અલગ લાગણી થી,
જેમાં પ્રેમ ની લાગણીઓ માં ડૂબેલા છે આજના યુવાનો,
જેમાં એક માં પોતાના બાળક માટે લાગણીશીલ છે,
જેમાં એક કર્મચારી રોજની ટ્રાફિક ની મુશ્કેલી થી જુંજે છે,
જેમાં નાના ભૂલકાઓ વરસાદ ની મજા સાથે શાળા એ જવા ઉત્સુક છે,
જેમાં એક મિત્રો નુ ટોળું ગરમા ગરમ ભજીયા અને ચા નો સ્વાદ માણવા નીકળ્યું છે,
" આ છે વાત આજ ના વરસેલા વરસાદ ની ".