શમણાં થી વિશેષ કોઈ રાત નથી હોતી
વિચારો થી અધિક કોઈ વાત નથી હોતી !
વીતેલી ક્ષણોના ટુકડા રહેવા દો વેરવિખેર
ભૂતકાળ થી અધિક કોઈ ભાત નથી હોતી !
અંધારા ને કાપો અજવાળાં ની છૂરી થી
ખૌફ થી વિશેષ ડર ની નાત નથી હોતી !
કાગળ પર કલમ ને દોડાવો સડસડાટ
કલ્પનાઓ થી અધિક કોઈ સૌગાત નથી હોતી !