પાણીપુરીની હળવી ગઝલ
મોમાં તુ લાવે પાણી. ઉપરથી સાવ કાણી,
સૌના દિલે સમાણી. ફૂટપાથની ઓ રાણી.
કદમાં ભલે તું નાની. છે સ્વાદમાં સવાઇ,
જીભને બતાવે પાણી. ફૂટપાથની ઓ રાણી.
આબાલ વ્રુધ્ધ તને સૌ.લારી ઉપર જુએ તો,
થઇ જાય પાણી પાણી. ફૂટપાથની ઓ રાણી.
પાણીપુરીની આગળ. કશું કોઇનુ ન ચાલે.
ઉતારે ભલભલાનું પાણી. ફૂટપાથની ઓ રાણી.
- અજ્ઞાત