મિલનના કિનારા ચૂમી ને વ્હાલ કરી ગઈ
લે, ફરી દરિયાની લહર કમાલ કરી ગઈ...
ભીંજાય મારુ અતૃપ્ત મન તારી યાદોથી
વરસાદમાં ફરી દેખાય ને તું ન્યાલ કરી ગઈ..
તું તો ભીતર ઝાંખી દર્દને શણગારી ગઈ
પ્રણયના રંગમાં રંગી બેમિસાલ કરી ગઈ....
લ્યો ! કોરું કટ આતમ મારુ હવે તો વરસ
ઝરમર ઝરમર વરસી કમાલ કરી ગઈ....
તારી આંખોનો નશો છલકાય હવે સુરાહીમાં
લ્યો ! સનમના દિલમાં ફરી ધમાલ કરી ગઈ...