છોડમાં રણછોડ...!
માઇક્રોફોનની સામે સસ્મિત સામાજિક કાર્યકર વસંતશેઠનો ચહેરો ગોઠવાયો....
વસંતશેઠે એમની આંખોમાંથી વૃક્ષોનો છાંયડો શ્રોતાઓને ચખાડ્યો....
પછી ખળખળ વહેતાં ઝરણાંમાં ઓડિયન્સના પગ પખળાવ્યાં...
મંત્રમુગ્ધ બનતા શ્રોતવ્યોને વૃક્ષોની ડાળે હીંચકાવ્યા પણ ખરાં...!!!
સભાના અંતે વૃક્ષો બચાવવાની પ્રતિજ્ઞા...
ગાડીમાં ગોઠવતા વસંતશેઠને સામે છેડેથી પૂછ્યું :
"સર... આપે ખરીદેલી નવી જમીનનો પ્લાન આવી ગયો છે. પ...ણ... વચમાં પંદર જેટલાં ઝાડવાઓ...?!?!"
વસંતશેઠ : "એને આજે રાત્રે...!"
લેખન: નરેન્દ્ર જોષી.