ધૂંઆ..!
દોસ્તારો સાથે બેફિક્ર બનીને રોકીએ તેના પપ્પાને સિગારેટની ઊંડી કસ ખેંચીને કૉલ જોડ્યો...
"ડૅડી...! તમે જે રૂપિયા મોકલવાના છો તેમાં બીજા મા..આ..ત્ર... પચ્ચીસ હજાર એડ કરી દેજો.. શું છે કે, આ મન્થમાં અમારે કૉલેજમાં પ્રોજેકટ ખર્ચ વધારે થશે.. તમે સમજ્યા ને ડૅડી...?!
ફોનના સામે છેડે રોકીના પપ્પાને પોતાના કૉલેજના દિવસો સાંભર્યા...
એ લાલચુ માંગણીઓ... એ ધૂમ્રસેર... એ પ્રોજેકટ... અને રોકીના દાદાનો માયુસ ચહેરો..!!!
લેખન: નરેન્દ્ર જોષી