અહીં માણસની "બીજાને સલાહ આપવાની" અને "ઘર કરતા મકાન ને વધુ વહાલ કરવાના" ભૌતિકવાદી સ્વભાવ ની નબળાઇ ને હળવી શૈલી મા વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.....??
એક સુગરી એ આવીને મને પૂછ્યું ,......
ઘર બનાવ્યું છે.., મારી સાથે આવશો...?.
તમે તો માણસ છો, થોડી સલાહ આપશો..??
જતા વેંત જ કહી દીધુ...
ઘર મા તે, બારીકાઈ તો ઘણી રાખી છે,...
પણ પાર્કિંગની જગ્યા કયાં રાખી છે..?
અંદર ઝાંખ્યુ. તો એક જ મોટો ઓરડો....
બેડરુમ ,કિચન, દીવાલો બધી બાકી રાખી છે..?
સલામતી ની કોઇ ચિંતા નથી પણ,
'નેમ પ્લેટ' ની જગ્યા કેમ ખાલી રાખી છે..?
અને જતા જતા એક છેલ્લી વાત...
તણખલા માટે કંઇ દોડા દોડી ન થાય,
જરુર પડે તો થોડીક લોન લઇ લેવાય...
અને ભવિષ્યમા જો કંઇ સગવડતા થાય ,
તો આનાથી થોડુ મોટું જ શોધી લેવાય..!!!
નરેશ ગજ્જર