a #prayer in old times of gujarat
એક'દી પ્રભાતમાં દવલા વલોણા દુજતા
ઇ દામ્પત્ય ઉજ્જવળ દેખી કોકના હૃદયના દુઃખ રુજતા
આજે હાલ્યા ગયા છે એ હેતગુણ ખાલી રહ્યા છે ખોળિયા તો કર શંકર ઉમાના સાઈબા ભેર ડાડા ભોળીયા
માનવ બધા મળીને રહે પણ એમ ન પુગાય તો
પોતે રહે પોતા સંગાથે એમ કાર જો થાય તો
ઉજ્જવળ વિચારોના મૂળિયાં માઠા જાણો એ મોળીયા
તો શંકર ઉમાના સાઈબા કેર ભેર ડાડા ભોળીયા
ઉઠ્યા પેલા ઉપાધિયું જંજાળની જાગી જતી
અને બેહકેલ મનખા ક્યારેક લાય પણ લાગી જતી
હે ભગવાન હવે તારે ભરોસે ઘાટી તન ઘોળીયા
તો શંકર ઉમાના સાઈબા કર ભેર ડાડા ભોળીયા
પાડોશીઓ મુજ પાંચનું સારું થજો એમ ચાહતા
આજ ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈને આગળ જતાં
વ્હાલપ તણાં ઇ વીરડા દંભી જમાને ડોળીયાં
હવે શંકર ઉમાના સાઈબા કર ભેર ડાડા ભોળીયા
જે ઝેર આપે જીરવા ઇ થી ભયંકર ઉપડ્યા
જન મનને જીવતરમાં પીધા વીના ન પરવરીયા
કહે આજ કંઠે ન રહ્યા એને હૃદયે રાગદોરીયા
હવે શંકર ઉમાના સાઈબા કર ભેર ડાડા ભોળીયા