લગાગાગા લગાગાગા લગાગાગા
ગઝલ - ફરફોલો
મને હકમાં મળેલો છે આ ફરફોલો ;
મહેનતનો પડેલો છે આ ફરફોલો .
ઘણી વખતે થતું આ હાથને એવું ;
ઘણી વખતે છળેલો છે આ ફરફોલો .
કવિઓની કલમ જુઓ ખબર પડશે ;
કલમ રૂપે વસેલો છે આ ફરફોલો .
નથી હું માનતો મુજ ભાગ્યમાં એને ;
લકીરોમાં વણેલો છે આ ફરફોલો .
ઉપરછલ્લો નથી કે આપને દેખાય ;
હૃદયમાં કોતરેલો છે આ ફરફોલો .
ઘણીએ ઠેસ વાગી છે આ રસ્તા પર ;
છતાં ફુલે દીધેલો છે આ ફરફોલો .
સોલંકી દીપક 'રહીશ'