Please Read Slowly
મહેરબાની કરીને ધીમે ધીમે વાંચજો
*જો તમારા ફ્રિજમાં ખાવાનું છે,શરીર ઉપર કપડા પહેરેલા છે,માથા ઉપર છત છે,સુવા માટે જગ્યા છે, તો દુનિયાની 75 ટકા વસ્તી કરતા તમે વધુ ધનવાન છો.
*જો તમારા ખિસ્સામાં/પર્સમાં પૈસા છે,તમે ગમે ત્યાં ઇચ્છા મુજબ હરી ફરી શકો છો, તો તમારો દુનિયાના ૧૮ ટકા ધનવાન લોકોમાં સમાવેશ થાય છે.
*જો તમે તંદુરસ્ત છો,જીવતા છો,તો તમારી ઉપર પ્રભુની કૃપા છે કે પ્રભુએ તમને આ અઠવાડિયે અથવા આજે જે લોકો જીવી ના શક્યા તેમાં તમારો સમાવેશ ન કર્યો.
*જો તમે સાચે જ આ મેસેજ વાંચી શકો છો, વાંચીને સમજી શકો છો,
તો તમે એ બધા જ લોકો કરતાં નસીબદાર છો જે અંધ છે મંદબુદ્ધિના છે અથવા તો અભણ છે.
જીવન એ ફક્ત ફરિયાદો માટે નથી.
જીવન તો એ છે કે તમને એ હજારો કારણો આપે છે ખુશ રહેવા અને જીવંત રહેવા. બસ જરૂર છે માત્ર એને સમજવાની ને માણવાની.☺☺☺