Gujarati Quote in Good Morning by Mira

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

S..U..K..H.
સુખ એટલે શું..!????

?ઘરમાં પગ મુકતા જ " આવી ગયો દીકરા" કહેતો માબાપનો અવાજ એટલે સુખ....

?તકલીફના સમયે " આપણે સાથે છીયેને .. જોઇ લઇશુ.. " કહેતો પત્નીના વિશ્વાસનો રણકો એટલે સુખ..

?કશું જ કહ્યાં વગર પણ સઘળું સમજી જતા સંતાનોમાં રોપાયેલ સંસ્કાર ના બીજ એટલે સુખ....

?રોજ વેદી પાસે ઊભા રહી ભગવાન સામે માથુ નમાવી કરાતી પ્રાર્થનાનું અજવાળું એટલે સુખ..

?ભાઇબંધ કરતા પણ વધુ એવા ભાઇનો કદીય ન ડગતો ખભો એટલે સુખ....

?રોજ જમતી વખતે " આ ભગવાનની કૃપાથી મળેલું છે," તેવો અહેસાસ થવો તે સુખ....

? " તમે " અને "આપ" સાંભળી સાંભળીને થાક્યા હોઇએ ત્યારે " તું " કહેનાર દોસ્તાર મળી જતી એ "પળ"એટલે સુખ..

?દોસ્ત જેવા દીકરાની જોડે મોકળા મને થતી વાતમાં રહેલ સમજણની સુગંધ એટલે સુખ...

?સાસરે જતી રહેલી દીકરી ની સંપૂર્ણપણે ખોટ પુરી પાડી દેતી પૂત્રવધુ એટલે સુખ....

?મહામહેનતે કમાઇને પહેલીવાર પાસબુકમાં પડેલી પાંચ આંકડાની એન્ટ્રી એટલે સુખ.

અને અંતે.....

પથારીમાં પડતા વેંત કોઇ જ ચિંતા વગર ઉંઘ આવી જાય એનું નામ સુખ....
??????
Good morning...

Gujarati Good Morning by Mira : 111204731
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now