English Quote in Poem by Vishal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન ફાવે ત્યાં વરસી પડીએ
મચવી દઈએ ધૂમ,
લખ સરનામું આખા નભની
મન ફાવે તે રૂમ !

રૂ જેવો આ દેહ ધર્યો ને
રેતીના પડછાયા,
આખું જગ તરબોળ થયું ને
તમે જ ના ભીંજાયા ?
બાકી તો ભીંજાઇ ગયાની
પથ્થર પાડે બૂમ !
લખ સરનામું….

લૂ પાસેથી એક મજાની
વાત અમે પણ જાણી,
માટી સમજ્યા, પથ્થરનાયે
મોંમાં આવ્યું પાણી,
જોઇ અચાનક ઊંચી ડાળે
વાદળીઓની લૂમ !
લખ સરનામું….


ભૂ બોલે તો ઓળઘોળ આ
આખ્ખુંયે ચોમાસું,
મેં બચપણની વાત કરી તેં
ખાધું કેમ બગાસું ?
કાગળ, હોડી, ઝરણાં, રેતી
કરી દીધાંને ગુમ ?
લખ સરનામું…..  

- કૃષ્ણ દવે

English Poem by Vishal : 111204035
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now