છે સમયની ચાલ જુદી,
આદમીની ખાલ જુદી.
થૈ જતી નોખી અનોખી,
તું મળે એ કાલ જુદી.
ગુમ થયા છે ફૂલ ઝાકળ,
બાગમાં હડતાલ જુદી.
હું અને ઈશ બેઉં સરખા,
આ વરસ નાતાલ જુદી.
હું જ મીરા હું જ નરસિંહ,
તોય કાં કરતાલ જુદી.
કોણ મીરા કોણ આસિફ ?
બેઉંની મિસાલ જુદી.
મીરા આસીફ
जय महादेव
ૐ नमो नारायण