થઈ ગયું પૂરું વેકેશન
આજ થી ફરી, વહેલા ઊઠવા નું ટેન્શન.
ફટાફટ પથારી માંથી ઊભા થવાનું,
તૈયાર થઈ ઝડપથી ચા-દૂધ પીવાનું,
ઈંશર્ટ કરવું ગમતું નથી,
પણ મમ્મી કહે,'આ છે ફેસન ʼ.
સમય સર બસ પકડી સ્કૂલએ પહોંચવાનું,
આટલું હોમ વર્ક માંડ થતું.
એમાં વધારાનું ટ્યૂશન લેસન.
કરું હું પ્રાર્થના ઇશ્વરને કે,
ઝટ પૂરું થાય આ ભણાવા નું સેશન,
લો, થઈ ગયું પૂરું વેકેશન.....!