એક તરફી પ્રેમ
એક તરફી પ્રેમ ની અજબ તો કહાની હોય છે
એક તરફ કાચ નું દિલ તો સામે પથ્થર હોય છે
કોઈ કોઈ ની યાદ માં મરી મરી ને જીંદગી જીવે છે
તો કોઈ ને યાદ કરવાની પણ ફુરસત ક્યાં હોય છે
કોઈ પ્રેમી ને મળવા પળ પળ તરસે છે
તો કોઈ ને પળ પળ તડપાવવા માં મજા હોય છે
કોઈ અહીં દિલ ની વેદના રડી રડી ને જણાવે છે
તો કોઈ ને સાંભળવા ની જરૂરત ક્યાં હોય છે
ભૂલ થી પણ જે એક તરફી પ્રેમ કરે છે
જીંદગી જીવવી ખૂબ મુશ્કેલ બની જાય છે
મન એનું પ્રેમ ની શોધ માં ભટક્યા કરે છે
દિલ શું આત્મા પણ એની યાદ માં ઝૂર્યા કરે છે
ના પડશો એક તરફી પ્રેમ માં દોસ્તો
અશ્રુ ની વહેતી ધારા દિલ ને ચીરી જાય છે