હુ જ હતો
તારી હાથની લકીરોમા હુ નહોતો શાયદ
પણ તારા દિલ પર મારુ જ ટેટુ છપાયેલુ હતુ.
તારી મહેન્દીના રંગમા મારુ નામ ભલે ન હતુ
પણ વિદાઈના વિરહના આસૂઓમા તો હુ જ હતો.
તારી સુહાગ રાતના મહેકતી શેજ પર હુ ન હતો
પણ ફૂલોથી વધાવતી અરથી પર તો હુ જ હતો.
તે જ કહ્યુ હતુ ને તુ મારા નશીબમા જ નથી
પણ મારી આખી અને તારી અડધી જીન્દગી સુધી તારા જીવન મા હુ જ હતો.
બકુડી, નશીબ એના સમયે એનુ કામ કરતુ
પણ તે તો એના પેલા જ લીવ એપ્લીકેશન નાખી દિધી.
પછી મારે તો વીદા લેવી જ પડે ને.
મને થોડો યાદ કરવાની કોશિસ કરજે
તો કલાક ભુલી શકે.
-ફૂલની ઉડી ગયેલી મહેક 'રેરા'