* આંબો * લેખ.. 22-6-2019
આંબાની આત્મકથા...
હું આંબો માનવ જીવનનુ ઉપયોગી વૃક્ષ છું. મારી ડાળે બેસી કોયલ મીઠા ટહુકા કરે છે. હું મારો ઉછેર કરનાર ને દુઃખી થવા દેતો નથી. અમારી આંબા ની અનેક જાતીઓ છે. હાફૂસ, પાયરી, લંગડો, રાજાપુરી, તોતાપુરી, બદામ, કેસર, રત્નાગીરી, દશેરી, નિલમ આવી તો વધુ અમારી જાતીઓ છે. હું બધી રીતે ઉપયોગી છું. મારુ ફળ કેરી જે અબાલ વૃધ્ધ સૌ ને પ્રિય છે. મારુ ફળ નાત જાત ના ભેદભાવ ભુલાવી ખવાય છે. મારુ ફળ એનું શાક બને બારમાસ ના અથાંણા બને. મારુ ફળ કાચુ પણ ખવાય અને પાકેલું પણ ખવાય.મારા ફળની ગોટલી પણ કામમાં આવે છે એનો મુખવાસ બને છે અને આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે. મારા પાંદડા નો ઉપયોગ અમુક જાણકાર લોકો પૂજામાં કરે છે. મારુ લાકડું પણ માનવ જીવન ને ઉપયોગી છે. મારે બહુ ખાતર જોઈતું નથી. હું પેઢીઓ ની પેઢીઓ ફળ આપું છું. માણસ જાતને મારો એક સંદેશ આપવો છે કે એક આંબો જરૂર વાવો પેઢી દર પેઢી દર પેઢી તમારા ઉપયોગમાં આવીશ..
ભાવના ભટ્ટ અમદાવાદ...