English Quote in Shayri by Harshil Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંજને શું ? એ તો પડે !
એને કાંઇ કશું ના અડે.
તારી ગેરહાજરી ના નડે !
સાંજને શું ? એ તો પડે !

તું જોડે ના હોય તો
એવી સાંજને સાંજ શું કહેવી ?
આભમાં રંગોની રંગોળી
કેમ કરીને સ્હેવી ?
સાંજને સાંજની ઓળખ મળતી
કેવળ તારા વડે
પણ સાંજને શું ? એ તો પડે !

એક બાંકડે બેઠા બેઠા
રાહ ગમે જોવાની
આવીશ ? કે નહીં આવે ?
એની શંકા પણ હોવાની
નજરમાં તારો રોજનો રસ્તો
રહી રહીને ચડે
સાંજને શું ? એ તો પડે !

એ જ બાંકડો, એકલો હું ને
સમય નહીં ઓગળે
રંગ વિનાની સાંજ
ગલીમાં આવતી સામે મળે
એક થાંભલો લાઇટનો
છાનું એકલું એકલું રડે
પણ સાંજને શું ? એ તો પડે!

# સૌ. ટ્વિટર

English Shayri by Harshil Patel : 111201496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now