Gujarati Quote in Good Night by Vikram Makwana

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

' અજાણતાં જ હાથમાંથી સરી ગયા સંબંધો,
ચીમળાયેલા ફૂલ માફક ખરી ગયા સબંધો.
પ્રેમ ની મીઠાશ તો ક્યારની ય જતી રહી,
બસ નામ પૂરતા માત્ર રહી ગયા સબંધો.
સ્હેજ એક તિરાડ પડી જ્યાં સબંધો ના સેતુમાં,
સમય ના ધોધમાર વ્હેણમાં વહી ગયા સબંધો.
શું થયું, અચાનક કેમ જિંદગી મહેકી ઉઠી?
વાતાવરણમાં ચોતરફ શું પ્રસરી ગયા સબંધો?
આબાદ જેને રાખવા, બરબાદ હું થતો રહ્યો,
એ આખરે મને બદનામ કરી ગયા સબંધો.
સ્નેહીજનો નો સંગાથ છૂટતો ગયો ધીરે ધીરે,
એકલો હું થઇ ગયો, મને વિસરી ગયા સબંધો.
થયું થયું ને બે ઘડી નું આ મિલન ક્યાં થયું?
શાંત જિંદગી માં અજંપો ભરી ગયા સબંધો.
ચમન સાથે જે ફૂલો એ દગો કર્યો,
બસ એજ રીતે મને છેતરી ગયા સબંધો.

Gujarati Good Night by Vikram Makwana : 111201324
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now